(Matrimonial Page)                 જીવન સાથી પસંદગી મેળાનું ફોર્મ Download કરવા અહી ક્લિક કરો :-

પ્રશ્નોરા જ્ઞાતિની અધિકૃતિ વિવાહ (Matrimonial) Web Site માં આપનું હાર્દિક સ્વાગત છે.  વિવાહ ઉત્સુક યુવક-યુવતીઓ પોતાની જાતે રજીસ્ટ્રેશન (Self-Registration) કરાવી શકે છે. રજીસ્ટ્રેશનના જરૂરી FIELDS ONLINE  ભરીને શ્રી અહિચ્છત્ર સંસ્કાર કેન્દ્ર માં રૂ 100/- રજીસ્ટ્રેશન ફી પેટે  ભર્યા પછી એડમીન દ્વારા રજીસ્ટ્રેશન Approve કરવામાં આવશે અને પછી પ્રસિદ્ધ કરવામાં આવશે..! એક વાત ખાસ ધ્યાનમાં રાખશો કે માત્ર વિવાહ ઉત્સુક યુવક-યુવતીઓ જ પોતાનું રજીસ્ટ્રેશન કરાવી શકશે .. અન્યથા Registration) રદ્દ થશે.. અને બીજી ખાસ વાત, વિવાહ ઉત્સુક છોકરાઓની પ્રોફાઈલ માત્ર છોકરીઓ જોઈ શકશે અને છોકરીઓની માત્ર છોકરાઓ...! આ Privacy જાળવવા માટે પગલું ભરેલ છે. 

 

સૌ પ્રથમ આપણે સ્વ. મુ. શ્રી દિપક ભાઈ ને યાદ કરીએ  જેમણે પ્રશ્નોરા જ્ઞાતિ ની "પ્રશ્નોરા વિવાહ. કોમ" બનાવેલી અને સફળતા પૂર્વક તેમાં ઘણા વિવાહ ઈચ્છુક યુવક-યુવતીઓ એ Registration  કરાવેલ.  

 

શ્રદ્ધાંજલિ

 

પ્રશ્નોરા જ્ઞાતિમાં સૌ પ્રથમ મેટ્રિમોનીઅલ વેબ સાઈટ સ્વ. મુ. શ્રી દિપક ભાઈ ભટ્ટએ શરુ કરી હતી. શ્રી દિપક ભાઈ એક વિરલ અને અનેરું વ્યક્તિવ્ય હતા. આ કલિયુગમાં તેમના જેવું વ્યક્તિવ્ય ભાગ્યેજ જોવા મળે. તેઓ સરળ, સાદગીભર્યા તેમજ નિખાલસ અને નિરાભિમાની વ્યક્તિ હતા. પ્રિન્સીપાલના હોદ્દા પરથી નિવૃત થયેલ હોવા છતાં આમ આદમી પ્રત્યેનો તેમનો વ્યવહાર સન્માન જનક રહેતો. તેઓ તેમની આસપાસ તમન વ્યક્તિને હમેશા મદદરૂપ રહેવા પ્રયત્ન કરતા. તેઓ જૂની પેઢીનું વ્યક્તિત્વ હોવા છતાં નવી પેઢીના સાયબર-જ્ઞાન, ઈન્ટરનેટ, વેબ સાઈટ વિગેરે પ્રત્યે રૂચી બનાવવામાં સારું જ્ઞાન ધરાવતા હતા. પ્રશ્નોરા નગર સમાજની "પ્રશ્નોરા વિવાહ. કોમ" બનાવવામાં તેમનું યોગ દાન - માર્ગ દર્શન મહત્વના હતા. સમયાંતરે શ્રી અહિચ્છત્ર સંસ્કાર કેન્દ્ર એ પોતાની અધિકૃત વેબ સાઈટ બનાવતા આ વેબ સાઈટને મર્જ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો અને હવે નવી વેબ સાઈટ કાર્યરત છે..! શ્રી અહિચ્છત્ર સંસ્કાર કેન્દ્ર અને સમસ્ત પ્રશ્નોરા જ્ઞાતિ સ્વ. મુ. શ્રી દિપક ભાઈ ભટ્ટ નો ઋણી રહેશે. ઈશ્વર તેમના આત્મ ને શાંતિ આપે તેવી અભ્યર્થના.

 

જે લોકો ને ઓન લાઈન Registraiton ની સગવડ નો હોય તેઓ સંસ્થામાથી ફોર્મ મેળવી ને ભરી શકે છે...તેમને USER ID  અને PASSWORD પછીથી મોકલી આપવામાં આવશે..

 

તદ-ઉપરાંત અહિયાં નીચે Blank form  પણ આપવામાં આવેલ છે... જે ભરી, સંસ્થાના Bank Account  માં ફી ભરીને પણ Profile  પ્રસિદ્ધ કરી શકાય છે.

 

 

BLANK FORM

 

 

Matrimonial Web Site   < ---------------------રજીસ્ટર થવા માટે અહિયાં ક્લિક કરો.

 

 

આ વિવાહ વેબ સાઈટ ને સફળ બનાવવામાં શ્રી ધ્વનિત જયેશકુમાર ભટ્ટ નું મહત્વ નું યોગદાન છે.